Acharya Vijay Gunratnasuri
July 10, 2019
0
Shares
નિશ્ચય અને વ્યવહારનું સંતુલન એ સ્યાદ્વાદમય જિનશાસનનો હાર્દ છે… સંતુલન જ્યારે નબળું પડે ત્યારે દર્શન એકાંતમાં રૂપાંતરિત થાય છે. માર્ગ તરીકે પોતાની મૌલિકતા ગુમાવે છે.
વર્તમાનમાં વ્યવહારના આયોજન માટે અનેક આલંબનો વિદ્યમાન છે… નિશ્ચયના સમર્થન માટે અને શાસનના સંતુલન માટે પરિણત મહાત્માઓની સંકલિત ભૂમિકાએ જ્યારે “પરાવાણી’નો મધુર લય કર્ણગોચર થાય છે, ત્યારે તેના અમૃત ઉદૃઘોષથી સહુ લાભાન્વિત બને અને આડઅસરથી મુક્ત બની નિશ્ચયના સાચા હાર્દને સ્પર્શનાશ બને એ જ મંગળ શુભેચ્છા.