Kumarpal V. Shah
July 10, 2019
0
Shares
પરમ પૂજ્ય મુનિરાજશ્રી લબ્ધિવલ્લભ વિજયજી મહારાજશ્રી,
આત્મવંદન આપ સુખ શાતામાં હશો. “પરાવાણી’ બાબત જાણી મને ખૂબ ખૂબ જ ઘણો આનંદ થયો છે. “પરાવાણી’ પત્ર સાહિત્યની શરૂઆત અવસર છે. નવી ક્ષણોને આવકારવા અને અજવાળા પાથરવાનો.
યુવા પૂજ્યપાદશ્રીઓની કલમથી નીતરેલું જ્ઞાનામૃત પત્ર સાહિત્ય રૂપે પ્રકાશન થતું રહેવાનું છે. જૈન શાસનની આ અનેરી ઘટના લેખાશે. પત્ર શરૂ કરવા માટેનો આપનો સંકલ્પ ફળી રહ્યો છે.
સાધક અને સ્વાધ્યાયીઓની આધ્યત્મ યાત્રામાં “પરાવાણી’ ઊજણનું કામ કરશે.
પત્ર શરૂ કરવું સરળ કામ નથી. અસાધારણ કઠીણ કામ આપ કરી રહ્યા છો ત્યારે આ માટે મારી સમગ્રતાથી નીચોવીને શુભ કામનાઓ પાઠવું છે. “પરાવાણી’ ખૂબ જ સરસ પાંગરે અને સર્વત્ર પ્રસરે. શુભ, શુદ્ધ અને સિદ્ધ થવા તરફની આપની જ્ઞાનયાત્રાને અભિનંદન. વંદન. વંદન. વંદન.