Now Reading
Chidanandni Masti

Chidanandni Masti

ઉપનિષદોમાં મૌનનો મજાનો અર્થ કર્યો છે – આત્મસંવાદ.

અલગારી અવધૂતો જ્યારે આ મૌનમાં ડુબી જતાં, ત્યારે કોઈ અગોચર વિશ્વમાં ખોવાઈ જતાં. અવધૂતો જાણતા હતા કે જે ખરું મેળવવા જેવું છે, તે ખોવાઈ જવાથી જ મળી શકે તેમ છે. આમ તો આ આત્મસંવાદ તદ્દન ગુપ્ત હોય છે, નવદંપતિના શયનખંડ કરતાં પણ વધુ ગુપ્ત. જેટલો અસહ્ય એ શયનખંડમાં કોઈ “ત્રીજો’ હોય છે, એટલો જ કે એથી પણ વધુ અસહ્ય એ આત્મસંવાદમાં કોઈ “બીજો’ હોય છે. યુરોપની એક કહેવત છે – ઝૂજ્ઞ શત ભજ્ઞળાફક્ષુ, ઝવયિય શત ભજ્ઞિૂમ. આપણા અવધૂતો યુરોપ કરતાં એક પગલું આગળ હતાં… તેઓ માનતા – ઘક્ષય શત ભજ્ઞળાફક્ષુ, ઝૂજ્ઞ શત ભજ્ઞિૂમ.

છતાં આપણા પરમ સૌભાગ્યથી એ પરમ ગુપ્ત આત્મસંવાદના કેટલાંક અંશો આપણને પ્રાપ્ત થાય છે. એ અંશોના સથવારે આપણે એ જ આત્મસંવાદ સાથે અનુસંધાન કરી શકીએ છીએ. ખોવાઈ પણ શકીએ છીએ અને મેળવી પણ શકીએ છીએ.

અહીં પ્રસ્તુત છે અલગારી અવધૂત શ્રી ચિદાનંદજી મહારાજના આત્મસંવાદની એક નાનકડી ઝલક…

તનતા મનતા વચનતા રે, પરપરિણતિ પરિવાર |
તન-મન-વચનાતીત પિયા રે, નિજ સત્તા સુખકાર ||

તનતા – બોડીનેસ, મનતા – માઈન્ડનેસ અને વચનતા – સ્પીચનેસ. આ એક જ ત્રિકોણમાં આત્મા એના જીવનને પુરું કરી નાખે છે. આ ત્રિકોણ સાથે એકાકાર અને એકતાન થયેલો આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. જે ત્રીજો પુરુષ – “તે’ છે, એ તે પહેલો પુરુષ – “હું’ માની લે છે. પોતાની ભ્રાન્તિથી એ “પર’માં પરિણમે છે, ને એમાંથી સંસારની બધી જ ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ (અભશિંજ્ઞક્ષત & છયફભશિંજ્ઞક્ષ) ઉદ્ભવ પામે છે.

  • આત્મા નથી તન, નથી મન અને નથી વચન.

“અમૃતવેલી સ્વાધ્યાય’માં મહોપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે –
દેહ-મન-વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે |

અક્ષય અનંત છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે ||

શ્રી ચિદાનંદજી મહારાજ આ જ વાત કરે છે – નિજ સત્તા એટલે કે આત્માનું સ્વરૂપ તન, મન અને વચનથી અતીત છે. તન દૃશ્ય છે, મન પણ એક સૂક્ષ્મ દૃશ્ય છે, જે આધુનિક સાધનોથી પુરવાર થયું છે અને વચનનું પણ જડત્વ શબ્દશક્તિ, પડઘા-ઈકો, કર્ણપ્રતિઘાત-ઈયરઈન્જરી વગેરેથી સાબિત થઈ ગયું છે.

દૃશ્ય અને જડ કરતાં તદ્દન અલગ એવું જે અસ્તિત્વ છે, જે “હું’ એવા સંવેદનમાં અનુભવાય છે, એ છે આત્મા. એ છે નિજ સત્તા – જયહર ઊડ્ઢશતયિંક્ષભય. દેહ-મન-વચનના આવરણોની પેલે પાર આ પરમ તત્ત્વ રહેલું છે. જે આ આવરણોમાં અટવાઈ જતો નથી એ સુખના સાગરને આંબી જાય છે અને ચિદાનંદની મસ્તીમાં મસ્ત બની જાય છે.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: